Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

યત્ન તો કરીશ જ…

Read this full post યત્ન તો કરીશ જ… on Swati's Journal.

કદી કિંવદંતી, વાયકા કે ગાથાઓ છો ના બને;

યત્ન તો કરીશ જ કે,

તારો ને મારો નાનો-સુનો કોઈ કિસ્સો તો હોય.

ઠૂંઠું બને કે પછી રતુમડો મ્હોરે તું છો ને;

યત્ન તો કરીશ જ કે,

કંટક તરીકે પણ મારો તારામાં એક હિસ્સો તો હોય.

અનર્ગલ બળતી આગ કે તપ્ત આશકા હું છો ના બનું;

યત્ન તો કરીશ જ કે,

મુજમાં તારા તમસના એક નાનકડાં આગિયાનો ઠસ્સો તો હોય.

ભાગું, દોડું, હાંફું, ચઢું કે છો ને પછી પડું;

યત્ન તો કરીશ જ કે,

આખર નાં બે તો બે — ડગ તારી સાથે માંડવાનો જુસ્સો તો હોય!

વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે સૌથી વધુ આશાવાદી હોય છે. લાગણીઓની કુંપળોને માવજતની જરૂર હોય છે. ક્યારે ઉગી નીકળે કે નહીં જ ઉગે એ કહી ન શકાય. છતાં, પ્રયત્નો તો કરી જ શકાય ને?

Written by - Swati Joshi

Freelance Content Writer, Indian Author

Having dealt with loads of people literally, I have mastered the subject called LIFE! Everyday encounters and years passed in greying hair push me to write. While not writing, I do behave as a normal human being. Read More

Follow it for more short stories, Articles and Poetry.

Share the post

યત્ન તો કરીશ જ…

×

Subscribe to Swati's Journal - Short Stories, Motivational Articles And Poetry By Freelance Writer - Swati Joshi

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×